બગસરા નગરપાલિકામાં પ્રમુખને બદલે તેમના પતિ વહીવટ કરતાં હોવાનો આક્ષેપ, હાઈકોર્ટે આપ્યા તપાસના આદેશ

📅 Published: January 16, 2026 | 📂 Category: Uncategorized

Gujarat High Court

Gujarat HC On Bagasra Municipality President : અમરેલીના બગસરામાં નગરપાલિકામાં મહિલા પ્રમુખના સ્થાને તેના પતિ દ્વારા વહીવટી ચલાવાતો હોવાની ફરિયાદ મામલે ગુજરાત હાઈકોર્ટમાં અરજી  કરવામાં આવી હતી. જેને લઈને હાઈકોર્ટે સમગ્ર મામલે તપાસના આદેશ કર્યા છે. તેમજ કડક શબ્દોમાં ટિપ્પણી કરી હતી કે, ‘ચૂંટણી લડવાની યોગ્યતા ન હોય તો ન લડવી જોઈએ.’

બગસરા નગરપાલિકાના પ્રમુખ તરીકે જ્યોત્સનાબેન રીબડીયા છે, પરંતુ તેમના પતિ અરવિંદ રીબડીયા પ્રમુખની કામગીરી કરતાં હોવાની ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. મહિલા પ્રમુખના પતિ દ્વારા સત્તા ચલાવવામાં આવતી  હોવાને લઈને અરજદારે સ્થાનિક વહીવટીતંત્રને જાણ કરીને યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *