ખેતલાબાપા મંદિરમાંથી 52 સેન્ડબુઆ સાપ મળ્યા:વનવિભાગની તપાસમાં મહંતે ધાર્મિક આસ્થાથી સાપને મંદિરમાં રાખ્યા હોવાનું ખુલ્યું, વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ હેઠળ કાર્યવાહી કરાઈ

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

રાજકોટ શહેરના જાણીતા ખેતલાબાપા મંદિર ખાતે વનવિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરી મંદિરમાંથી 52 કોમન સેન્ડ બુઆ સાપ સાથે મહંત સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ 1972 હેઠળ ગુનો નોંધી મંદિરના મહંતની અટકાયત કરી નિવેદન નોંધી જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. હાલ સાપને જંગલ વિસ્તારમાં છોડવા કામગીરી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, વનવિભાગની પ્રાથમિક તપાસમાં મહંત પોતે સ્નેક હેન્ડલર એટલે કે સાપના જાણકાર હોવાનું અને ધાર્મિક આસ્થા સાથે મંદિરમાં સાપ રાખતા હોવાનું સામે આવ્યું છે. જો કે, કોઈ તસ્કરી કે ચીટિંગ થતી ન હતી, પરંતુ આમ છતાં અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી લોકોને પણ આ બાબતે અપીલ કરી વાઈલ્ડ લાઈફને ઘર કે મંદિરમાં ન રાખવા અપીલ કરવામાં આવી છે. ખેતલાબાપા મંદિરમાંથી 52 જેટલા સાપ મળી આવ્યા
રાજકોટ જિલ્લા વન વિભાગના DCF યુવરાજસિંહ ઝાલાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, અમને જાણકારી મળી હતી કે રાજકોટના ગ્રીનલેન્ડ ચોક નજીક ખેતલાબાપા મંદિર ખાતે કોમન સેન્ડ બુઆ કે જે રસલ સેન્ડ બુઆના નામે પણ ઓળખાય છે, તેવા 50થી વધુ સાપ રાખવામાં આવેલા છે. જેથી સ્થળ પર પહોંચી તપાસ કરતા ત્યાંથી 52 જેટલા સાપ મળી આવ્યા હતા. આ સાપ વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ 1972 હેઠળ શિડ્યુલ 2માં સંરક્ષિત છે. કાયદાકીય સંરક્ષણ મળેલું હોવાથી રાજકોટ રેન્જ દ્વારા ગુનો નોંધાવામાં આવ્યો છે અને મંદિરના મહંત મનુભાઈ દુધરેજીયા સામે કાયદાકીય કાર્યવાહી કરી તેમનું નિવેદન નોંધી તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. સાપની કોઈ તસ્કરી કે ચીટિંગ ન થતું હોવાનું સામે આવ્યું
તેમને વધુમાં જણાવ્યું હતું કે, મનુભાઈ દુધરેજીયાની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, ખેતલાબાપા મંદિર ધાર્મિક આસ્થા સાથે જોડાયેલું છે અહીંયા આ સાપ આવતા તેને મંદિરમાં જ રાખવામાં આવતા હતા. આ ઉપરાંત મંદિરના મહંત દ્વારા તસ્કરી કે કોઈ ચીટિંગ કરવામાં આવતી ન હોવાનું પણ વન વિભાગની તપાસમાં સામે આવ્યું છે. આ તપાસમાં અન્ય કોઈ લોકોની સંડોવણી ખુલશે તો તેમની સામે પણ ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે. હાલ મહંતને જામીન મુક્ત કરવામાં આવ્યા છે, પરંતુ આગળ જરૂર જણાયે તપાસમાં પુછપરછ માટે બોલાવવામાં પણ આવી શકશે. હાલ આ તમામ 52 સાપને જંગલ વિસ્તારમાં છોડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શિડ્યુલ 1ના પ્રાણીઓને ઘરમાં રાખવા પર 7 વર્ષ સુધીની સજા
આ ઉપરાંત તેમને જણાવ્યું હતું કે, વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ હેઠળ શિડ્યુલ 1માં જે પ્રાણીઓ સંરક્ષિત છે તેને રાખવા સામે ગુનો નોંધાય તો તેમાં 7 વર્ષ સુધી જેલની સજા અને બિનજામીન લાયક ગુનો છે અને એક લાખ રૂપિયાના દંડની પણ જોગવાઈ છે. લોકો વન્ય જીવન સંરક્ષણમાં સહકાર આપે તેવી અપેક્ષા છે. વન્ય સંરક્ષણ ધારા હેઠળ કોઈ ઓન વાઈલ્ડ લાઈફને રાખવું એ પણ ગુનો છે. લોકો જાણકારીના અભાવના કારણે સાપ અથવા કાચબા જેવા વાઈલ્ડ લાઈફ ઘરમાં મંદિરમાં રાખતા હોય છે, પરંતુ તેને રાખવા ન જોઈએ. આ ગુનો છે માટે લોકોને પણ અપીલ છે કે સાપ કાચબા કે અન્ય જે વન્ય સંરક્ષણ વાઇલ્ડ લાઈફ છે તેને રાખવા ન જોઈએ. વન વિભાગને માહિતી મળશે તો કાર્યવાહી પણ કરવામાં આવશે અને લોકો માહિતી આપે વન વિભાગને તો પણ સ્થળ તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે. ખેતલાબાપાને કુળદેવતા મનાતા હોવાથી મંદિરમાં રખાતા હતા
મંદિરના મહંત મનુભાઈ દુધરેજીયા વર્ષોથી મંદિરમાં સેવા પૂજા કરી રહ્યા છે. વર્ષ 2006માં આ મંદિર ખાતે ખેતલાબાપાની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. ત્યારથી અહીંયા કોમન સેન્ડ બુઆ સાપ રાખવામાં આવ્યા છે. મહંત દ્વારા ખેતલાબાપાને તેમના કુળ દેવતા માનવામાં આવે છે માટે મંદિરમાં ખેતલાબાપાનું સિંહાશન બનાવવામાં આવ્યું છે અને એની નીચે દાદાનો રાફળો હોવાનું કહેવામાં આવ્યું છે. આ તમામ સાપ માટે ખાસ રેતી અને ધૂળ રાખવામાં આવી છે કારણ કે એમનું સ્થાન રેતીમાં હોય છે. માણસો બધા જેમ લાદી ટાઇલ્સ ઉપર રહે છે તેમ તે રેતીમાં રહે છે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *