
અમદાવાદ : ભારતનું ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર માર્કેટ હવે અગાઉના વર્ષો જેવું રહ્યું નથી. આ ક્ષેત્રમાં જ્યાં સ્ટાર્ટઅપ્સનું પ્રભુત્વ હતું, ત્યાં જૂની, સ્થાપિત કંપનીઓ હવે કબજો કરી રહી છે. એન્ટિક સ્ટોક બ્રોકિંગના એક અહેવાલ મુજબ, ૨૦૨૧ અને ૨૦૨૫ વચ્ચે ઝડપી પ્રયોગો અને વૃદ્ધિના સમયગાળા પછી, બજાર ધીમે ધીમે જૂની અને વિશ્વસનીય કંપનીઓ તરફ સ્થળાંતર કરી રહ્યું છે.
અહેવાલમાં જણાવાયું છે કે ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર માર્કેટ ૨૦૨૧-૨૨ દરમિયાન અનેક પ્રયોગોના સમયગાળામાંથી પસાર થયું હતું. આ પછી, ૨૦૨૩-૨૪માં, સરકારની ફેમ-૨ સબસિડી, પોષણક્ષમ ભાવો અને વધતા ગ્રાહક રસે બજારને આગળ ધપાવ્યું હતું.
