
Iranian Supreme Leader Ayatollah Seyyed Ali Khamenei Big statement: ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લાહ અલી ખામેનેઈએ શનિવારે(17 જાન્યુઆરી) યુનાઇટેડ સ્ટેટ્સ(US) અને રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર આકરા પ્રહારો કર્યા. તેમણે ઈરાનમાં થયેલા મૃત્યુ, નુકસાન અને બદનામી માટે ટ્રમ્પને જવાબદાર ઠેરવ્યા. આ સાથે ખામેનેઈએ ટ્રમ્પને ‘ગુનેગાર’ ગણાવ્યા. ખામેનેઈએ આરોપ લગાવ્યો કે ઈરાનમાં તાજેતરની અશાંતિ અમેરિકાનું કાવતરું હતું. તેમણે કહ્યું કે ઈરાનને યુદ્ધ સુધી નહીં લઈ જવા દેવાય.
