
– ભાવનગરની હોસ્પિટલે પરિવારજનોના ટોળા ઉમટયા
– દુકાન પાસે મોટરસાયકલ પાર્ક કરવા મામલે બે જૂથ વચ્ચે બોલાચાલી થઈ હતી
ગઢડા : ગઢડામાં મકરસંક્રાંતિના દિવસે મોટરસાયકલ પાર્ક કરવા મામલે બે પક્ષ વચ્ચે બોલા- ચાલી થઈ જતા બન્ને વચ્ચે છરા લાકડી વડે મારામારી થઈ હતી.આ પ્રકરણમાં આધેડનું મોત નિપજતા મારા મારા મારીનો બનાવ હત્યામાં પરિણ્યો છે.
ગઢડાના કામમાં કાંઠે હુડકો સોસાયટીમાં રહેતા મુનાજભાઈ અહેમદભાઈ તરકવાડીયાની ખટકી વાડ ખાતે આવેલી મટનની દુકાનની બાજુમાં યુનુસ ઓસમાણભાઈ તરકવાડિયાની દુકાન આવેલ હોય અને મુનાજભાઈએ દુકાન પાસે મોટાસાયકલ પાર્ક કરવા બાબતે મુનાજભાઈ તથા તેના પિતા સાથે બોલાચાલી ઝઘડો કરી ગાળો આપી પિતા અહેમદભાઈને માથાના ભાગે લોખંડના પાઇપનો ઘા ઝીંકી ગંભીર ઈજા પહોંચાડી હતી.
