
Dog Attack On Girl In Shahera, Panchmahal : રાજ્યમાં રખડતાં શ્વાનના હુમલાની ઘટના સામે આવતી હોય છે, ત્યારે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો છે. ઢાકલીયા ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં રખડતા શ્વાને એક યુવતી પર જીવલેણ હુમલો કર્યો હતો.
શહેરામાં રખડતા શ્વાનનો યુવતી પર હુમલો
મળતી માહિતી મુજબ, શહેરા તાલુકાના ઢાકલીયા ગામના રહેવાસી સુરેખા બળવંતભાઈ બારીયા નામની યુવતી કામ અર્થે જઈ રહી હતી, આ દરમિયાન અચાનક રખડતા શ્વાને તેના પર હુમલો કરી દીધો હતો. શ્વાને યુવતીના હાથના ભાગે ગંભીર રીતે બચકાં ભર્યા હતા.
