
Silver and Gold News : ભારતીય રિઝર્વ બેંકે (RBI) દેશમાં સોના અને ચાંદીના વેપાર સાથે સંકળાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરી છે. કેન્દ્રીય બેંકે બુલિયન એટલે કે સોના અને ચાંદીની આયાત માટે એડવાન્સ રેમિટન્સ (એડવાન્સ ચુકવણી)ની ફેસિલિટી પર પ્રતિબંધ મૂક્યો છે. આ નિર્ણયથી બુલિયન આયાતકારો અને ટ્રેડરોમાં ખળભળાટ મચી ગયો છે.
મની લોન્ડરિંગ અને ફોરેન પેમેન્ટના દુરુપયોગને રોકવા માટે આરબીઆઈનું આ પગલું મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. મૂલ્યની દ્રષ્ટિએ ક્રૂડ ઓઈલ અને સોનું ભારતમાં સૌથી વધુ આયાત થતા પ્રોડક્ટોમાંનું એક છે.
