
Iran Violence : ઈરાનમાં ફાટી નીકળેલા હિંસક વિરોધ પ્રદર્શનોને લઈને ચોંકાવનારી વિગતો સામે આવી છે. ઈરાન સરકારના એક ઉચ્ચ અધિકારીએ રવિવારે સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે કે આ હિંસામાં અત્યાર સુધીમાં 5,000 થી વધુ લોકોના મોત થયા છે, જેમાં અંદાજે 500 સુરક્ષાકર્મીઓનો પણ સમાવેશ થાય છે. સરકારે આ કાયદાકીય અરાજકતા માટે આતંકવાદીઓ અને હથિયારબદ્ધ ઉપદ્રવી તત્વોને જવાબદાર ઠેરવ્યા છે.
કુર્દ બહુલ વિસ્તારોમાં સૌથી વધુ નુકસાન
સુરક્ષાના કારણોસર ગુપ્તતા રાખતા અધિકારીએ જણાવ્યું કે સૌથી ભયાનક હિંસા ઉત્તર-પશ્ચિમ ઈરાનના કુર્દ બહુલ વિસ્તારોમાં જોવા મળી હતી.
