સુરત શહેરના વેસુ યુનિવર્સીટી રોડ ખાતે આવેલા બંગલાના ચોથા માળે બનાવવામાં આવેલા થિયેટર રૂમની અંદર આજે આગ ભડકી ઉઠી હતી.જેને પગલે પરિવારના સભ્યો ઘબરાય ગયા હતા. ઘટના અંગે જાણ કરવામાં આવતા જુદા જુદા ફાયર સ્ટેશનોથી ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગને કાબુમાં લેવા માટે કામગીરી હાથ ધરી હતી. ફાયર બ્રિગેડ પાસેથી મળતી માહિતી પ્રમાણે, વેસુ યુનિવર્સીટી રોડ ખાતે આવેલ શીતલ સોસાયટીમાં બંગલો નંબર 18માં હાર્દિકભાઈ શાહ રહે છે. બંગલાની અંદર ચોથા માળે હોમ થિયેટર બનાવવામાં આવ્યું હતું. દરમિયાન આજે ચોથા માળે આવેલા થિયેટર રૂમની અંદર આગ લાગી ગઈ હતી. એટલું જ નહીં આગને પગલે ઘુમાડો બહુજ વધારે પ્રમાણમાં ભરાય ગયો હતો, જયારે બંગલાની અંદર હાજર પરિવારના સભ્યોમાં અફરાતફરી મચી જવા પામી હતી. ઘટના અંગે જાણ કરવામાં આવતા વેસુ અને મજુરા ફાયર સ્ટેશનથી ફાયર બ્રિગેડના જવાનોનો કાફલો ઘટના સ્થળે પહોંચો હતો અને આગ બુઝાવવા માટેની કામગીરી હાથ ધરી હતી. સબ ફાયર ઓફિસર કિશોર પટેલે જણાવ્યું હતું કે હોમ થિયેટરમાં જયારે આગ લાગી ત્યારે અંદર કોઈ હાજર ન હતું.શોર્ટ સર્કિટને લીધે આગ લાગી હોવાનું અનુમાન છે,જોકે અંદર ત્રણ સોફા હતા. સોફામાં આગ પકડાતા ઘૂમાડો બહુજ વધારે પ્રમાણમાં ભરાય ગયો હતો.જોકે સમયસર આગને કંટ્રોલ કરી લેવામાં આવી હતી અને કોઈ જાનહાની નહીં થવા પામી હતી.પરંતુ આગને કારણે સોફા, પીઓપી અને વાયરિંગ બળી ગયું હતા.જોકે પરિવારના સભ્યો બંગલાની અંદર નીચે હાજર હતા અને તેઓ તમામ સુરક્ષિત હતા.
વેસુમાં બંગલાના હોમ થિયેટરમાં આગ લાગતા પરિવારમાં અફરાતફરી:સોફાને લીધે વધારે પ્રમાણમાં ઘુમાડો પ્રસર્યો, ફાયર બ્રિગેડના જવાનોએ માસ્ક પહેરી આગ કાબૂમાં લીધી, આગમાં સોફા, પીઓપી સહિતનો સામાન બળી ખાખ
📅 Published: November 19, 2025 |
📂 Category: Uncategorized
