સુરતમાં અડાજણના નાગરિક સુવિધા કેન્દ્રમાં મુલાકાતીઓના પાર્કિંગની જગ્યા નથી, ગંદકીના ઢેર

📅 Published: January 19, 2026 | 📂 Category: Uncategorized


Surat : સુરત પાલિકા દ્વારા શહેરના જુદા-જુદા વિસ્તારમાં નાગરિકોને ઘર નજીક પાલિકાની વિવિધ સુવિધા મળી રહે તે માટે નાગરિક સુવિધા કેન્દ્ર બનાવ્યા છે. પરંતુ અડાજણ આનંદ મહલ રોડ પર બનાવેલું નાગરિક સુવિધા કેન્દ્ર નાગરિકોની અસુવિધા માટે કુખ્યાત બની ગયું છે જેના કારણે અનેક લોકો આ જગ્યાએ જવાનું ટાળી રહ્યા છે. આવી અનેક ફરિયાદ છતાં તંત્ર દ્વારા ગંદકી કે ભંગાર દુર કરવાની કામગીરી કરવામાં આવતી ન હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 

સુરત પાલિકાના રાંદેર ઝોનમાં અડાજણ વિસ્તારમાં આનંદ મહલ રોડ પર પાણીની ટાંકી સામે પાલિકાનું નાગરિક સુવિધા કેન્દ્ર આવેલું છે. આ નાગરિક સુવિધા કેન્દ્રની મુલાકાતે જતા લોકોને સુવિધા ઓછી અને અસુવિધાનો વધુ અનુભવ થઈ રહ્યો છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *