ભાજપ દ્વારા તડામાર તૈયારીને આખરી ઓપ:કેન્દ્રિયગૃહ મંત્રી અને પ્રદેશ પ્રમુખ આવતીકાલે ભાવનગરમાં, જિલ્લા ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન અને પ્રદેશ અધ્યક્ષનો યોજાશે અભિવાદન સમારોહ

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે ભાવનગર આવી રહ્યા છે જેના આગમનને લઈ શહેર તેમજ જિલ્લા ભાજપ સંગઠન દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. બીજી બાજુ સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ રાષ્ટ્રીય સ્તરની સુરક્ષા ટુકડી ભાવનગર આવી પહોચી છે. જિલ્લા પોલીસ દ્વારા પણ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવાશે. શહેરની નારી ચોકડી નજીક આવેલ નાના ખોડીયાર મંદિર નજીક જિલ્લા ભાજપનું નવનિર્માણ પામેલ ભાવ કમલમ કાર્યાલયનું ઉદ્ધાટન ગૃહમંત્રી અમિત શાહના હસ્તે થશે. ત્યારબાદ ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનો અભિવાદન સમારોહ યોજાશે. વિશાળ ડોમમાં 25 હજારની બેઠક વ્યવસ્થા કરવામાં આવી
આવતીકાલના કાર્યક્રમ સંદર્ભે ભાજપ સંગઠન દ્વારા તડામાર તૈયારી હાથ ધરાઈ છે. નારી ચોકડી ખાતે વિશાળ સમિયાણો ઉભો કરવામાં આવી રહ્યો છે. બપોરે 3 વાગ્યાથી અહી કાર્યક્રમ શરૂ થશે. આ જિલ્લા ભાજપ કાર્યાલય નજીક જાહેરસભા પણ યોજાશે. વિશાળ ડોમમાં 25 હજારની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. કાર્યક્રમમાં આવનાર લોકો માટે નારી ચોકડી નજીક સભા સ્થળથી દુર બે સ્થળોએ અલાયદી પાર્કિંગ વ્યવસ્થા રાખવામાં આવી છે. સૌપ્રથમ જિલ્લા ભાજપ કાર્યાલય ‘ભાવ કમલમ’નું ઉદ્ઘાટન બાદમાં સભા સ્થળે ખુલ્લી જીપમાં સવાર થઈ કેન્દ્રીય ગૃહમંત્રી, પ્રદેશ અધ્યક્ષ સહિતના નેતાઓ અભિવાદન ઝીલશે અને સ્ટેજ પર પહોચશે. કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવીયા, કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયા, રાજ્યમંત્રી પરષોત્તમ સોલંકી, રાજ્ય કેબીનેટ મંત્રી જીતુ વાઘાણી તથા ભાવનગર અને બોટાદ જિલ્લાના ધારાસભ્યો, પદાધિકારીઓ, સંગઠન તથા બુથ લેવલના પ્રમુખ અને કાર્યકરો આ સમારોહમાં ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અને પ્રદેશ અધ્યક્ષના કાર્યક્રમ સંદર્ભે ભાજપ સંગઠન અને કાર્યકરોમાં ઉમંગ ઉત્સાહ જાવા મળી રહ્યો છે. રાજ્ય કક્ષાના મંત્રી પરષોત્તમ સોલંકીએ સભા સ્થળ અને જિલ્લા કાર્યાલયની મુલાકાત લીધી
આવતીકાલે ભાવનગર શહેરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના આગમનને લઇ આજરોજ રાજ્ય કક્ષાના મંત્રી પરષોત્તમ સોલંકી સભાસ્થળ અને જિલ્લા કાર્યાલય ભાવ કમલમની મુલાકાત લીધી હતી.અને આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખના આગમન અંગે જણાવ્યું કે, ભાવનગર મુકામે અમિત શાહ અને પાર્ટીના અધ્યક્ષ અમારા ભાજપના જગદીશ વિશ્વકર્મા અને જિલ્લાના પ્રમુખ આવતીકાલે આવી રહ્યા છે, તે લોકોની રાહ જોઈ રહ્યો છું અને સમગ્ર ગુજરાત નહીં પણ ભાવનગર જિલ્લાના તમામે તમામ આગેવાનો હાજર રહેવાના છે અને ભાવનગર જિલ્લાના અંદાજિત 25000 જેટલી મેદની થવાની છે એટલે બધાની માટે પ્રયત્ન કરી રહ્યા છીએ અને આજનો દિવસ અને આવતીકાલનો દિવસ સુખ શાંતિમય રીતે પસાર થાય એવી માતાજી અને ભગવાન પાસે પ્રાર્થના કરું છું. કાર્યકર્તાઓ આવતીકાલે ઉત્સાહ સાથે કાર્યક્રમની અંદર હાજર રહેશે
આ અંગે જિલ્લા ભાજપ પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલ જણાવ્યું હતું કે, આપ અહી સ્થળ પર જોઈ શકો છો કે કામની ખૂબ તડામારી તૈયારીઓ ચાલી રહી છે. અમારા નવ નિર્મિત કાર્યાલય ભાવ કમલમના ઉદ્ઘાટન પ્રસંગે આવતીકાલે 20 તારીખે બપોરે 3 કલાકે ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને નવનિયુક્ત અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, મંત્રી નિમુબેન બાંભણિયા ,કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, રાજ્યકક્ષાના મંત્રી પરષોત્તમભાઈ સોલંકી સહિતના વિશિષ્ટ આગેવાનોની ઉપસ્થિતિની અંદર 25,000 માનવમેદની સાથે કાલે કાર્યાલયનું ઉદ્ઘાટન અને પ્રદેશ પ્રમુખના સન્માન સમારોહનું આયોજન થઈ રહ્યું છે બુથ લેવલનો કાર્યકર જ્યારે જિલ્લા ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન હોય ત્યારે દરેક બુથના કાર્યકર્તાની અમારી સમિતિ બનતી હોય છે. આ કાર્યકર્તાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે અને એ કાર્યકર્તાની અંદર એક ભારે ઉત્સાહ છે અને એ આવતીકાલે એવા ઉત્સાહ સાથે આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેશે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *