વડોદરાઃ ચરસના કેસમાં ૧૪ વર્ષની કેદની સજા પામેલા અને પેરોલ પર છૂટીને ભાગી છૂટેલા આરોપીને વડોદરા એસઓજીએ ઝડપી પાડયો છે.
વડોદરા પોલીસે જાન્યુઆરી-૨૦૨૩માં જેતલપુર ગરનાળા પાસેથી શાહનવાઝ ઉર્ફે શાનુ સલીમભાઇ શેખ(લાલ અખાડા નજીક, ફતેપુરા) અને અઝીમુદ્દીન અંસારી(બિહાર)ને ઝડપી પાડી ૪.૬૨ લાખનું ચરસ,રોકડ વગેરે મળી કુલ રૃ.૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ કેસમાં બીજા પણ ચાર લોકોની પોલીસે ધરપકડ કરી હતી અને કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી.
