
ફળદ્રૂપ જમીન છોડીને અન્યત્ર એરપોર્ટ બનાવવા ખેડૂતોની માગ : પ્રાંત અધિકારી સહિતની ટીમ 8 દિવસ સુધી પ્રાથમિક સર્વે કરશે : દબાણો સામે કાર્યવાહીનો નિર્દેશ
દ્વારકા, : દ્વારકા નજીકના વસઈ, મેવાસા, ગઢેચી અને કલ્યાણપુર ગામની જમીનમાં પ્રસ્તાવિત એરપોર્ટ પ્રોજેકટ અંતર્ગત પ્રાંત અધિકારીની આગેવાનીમાં પ્રાથમિક સર્વેની કામગીરીનો પ્રારંભ કરાયો છે. વસઇ ગામે યોજાયેલી બેઠકમાં ખેડૂતો દ્વારા આ સર્વે કામગીરીનો વિરોધ કરાયો છે.
થોડા સમય પૂર્વે દ્વારકા યાત્રાધામને એરપોર્ટની સુવિધા આપવાના હેતુથી દ્વારકા નજીકના વસઈ, મેવાસા, ગઢેચી અને કલ્યાણપુર એમ ચાર ગામોની જમીન પર પ્રસ્તાવિત એરપોર્ટ નિર્માણની જાહેરાત કરાયા બાદ આજરોજ દ્વારકાના પ્રાંત અધિકારી અમોલ આવટે તથા અધિકારીગણની હાજરીમાં પ્રાથમિક સર્વેની કામગીરીનો પ્રારંભકરાયો છે. સર્વે નંબરો પૈકી અમૂક જમીનો સરકારી માલીકીની છે જ્યારે અમૂક જમીન ખાનગી માલીકીની છે.
