
Ahmedabad News : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC)ના ફાયર વિભાગની આજે(20 જાન્યુઆરી, 2026) લેવાયેલી સહાયક સ્ટેશન ઓફિસરની પરીક્ષા રદ કરવામાં આવી છે. સિલેબસ બહારના સવાલો પૂછાયા હોવાના ઉમેદવારોના આક્ષેપને પગલે તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સહાયક સ્ટેશન ઓફિસરની પરીક્ષા રદ
AMCના ફાયર વિભાગની સહાયક સ્ટેશન ઓફિસરની પરીક્ષા આજે મંગળવારે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી દ્વારા લેવામાં આવી હતી.
