પાટણ ઓવરબ્રિજ પર નોઇસ બેરિયર લગાવવાનું શરૂ:વાહન અવાજ, પ્રદૂષણ અને સુરક્ષા માટે 5 ફૂટ ઊંચા બેરિયર

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

પાટણના હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી રોડ પરના ટી-આકારના નવા ઓવરબ્રિજ પર ‘નોઇસ બેરિયર’ લગાવવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. આ પગલું ઓવરબ્રિજ પરથી પસાર થતા વાહનોના અવાજથી આસપાસના રહેણાંક અને વ્યાપારી સંકુલો તેમજ હોસ્પિટલોને થતા ઘોંઘાટ પ્રદૂષણથી મુક્તિ અપાવવા માટે લેવામાં આવ્યું છે. આ નોઇસ બેરિયર રેલવે ફાટકના ઉપરના છેડાથી લઈને યસ પ્લાઝા કોમ્પ્લેક્સના વળાંક સુધી લગાવવામાં આવી રહ્યા છે. આનાથી માત્ર ઘોંઘાટ જ નહીં, પરંતુ વાહનોની લાઇટથી થતા નુકસાનથી પણ રાહત મળશે. આ બેરિયર લગાવવાથી વાહનચાલકો દ્વારા ઓવરબ્રિજ પરથી કોઈ પણ વસ્તુ નીચે ફેંકવાની ઘટનાઓ અટકશે. તેનાથી આસપાસની હોસ્પિટલો, કોમ્પ્લેક્સ કે રાહદારીઓને સંભવિત નુકસાનથી બચાવી શકાશે. વળી, આ નોઇસ બેરિયર વાહનોને ડિવાઈડર સાથે અથડાઈને નીચે પટકાઈ જતા અટકાવવામાં પણ મદદરૂપ થશે. ઓવરબ્રિજના વળાંક પર 5 ફૂટ ઊંચી લોખંડની એંગલો લગાવીને નોઇસ બેરિયર ફીટ કરવામાં આવી રહ્યા છે. આ કાર્યમાં અંદાજે 300થી વધુ લોખંડની એંગલોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *