ઢોર પાર્ટીની સતત બીજા દિવસે કાર્યવાહી:શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વધુ ત્રણ ગેરકાયદે ઢોરવાડા તોડી પડાયા, ચાર પશુઓ કબ્જે; 19 હજારથી વધુના દંડની વસૂલાત

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

વડોદરા શહેરમાં ગૌ પાલકો દ્વારા પશુઓને સાચવવાના ઇરાદે કેટલાક વિસ્તારમાં ગેરકાયદે બનાવવામાં આવેલા ઢોર વાડા સામે પાલિકા તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે ત્યારે આજે બીજા દિવસે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. શહેરના પશ્ચિમ વિસ્તારમાં ઢોર પાર્ટીની ટીમે અનધિકૃત ઢોરવાડા સામે કાર્યવાહી કરતા ચાર પશુને કબ્જે લેવામાં આવ્યા હતા અને 19 હજાર રૂપિયાની પેનલ્ટી વસુલ કરી છે. પશુઓ જપ્ત કરવાની અને પેનલ્ટી કરવાની કાર્યવાહી કરવામાં આવી
આ અંગે ઈનચાર્જ ઢોર ડબ્બા પાર્ટીના અધિકારી ડો. વિજય પંચાલે જણાવ્યું હતું કે, આજે વડોદરા મહાનગરપાલિકાના પશ્ચિમ વિસ્તારમાં અનધિકૃત ઢોરવાડા આવેલા છે ત્યાં પશુઓ જપ્ત કરવાની અને પેનલ્ટી કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. આ અંગે તેઓને લાયસન્સ અને ટેગિન કરવા માટે જણાવવામાં આવે છે છતાં નથી કરતા તેઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. 19 હજાર પેનલ્ટી વસૂલવામાં આવી
વધુમાં જણાવ્યું હતું કે, શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ જવાહરનગર, વૃંદાવનનગર અને સ્વામિનારાયણ મંદિર પાસે આવેલ ઢોરવાડા ડિમોલેશન, પશુ જપ્ત અને પેનલ્ટીની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કાર્યવાહીમાં ચાર જેટલા પશુઓ જપ્ત કરવામાં આવ્યા છે અને 19 હજાર પેનલ્ટી વસૂલવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગઈ કાલે પણ ઢોર પાર્ટીની ટીમે શહેરના છાણી, સમા વિસ્તારમાં કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહી કાયમી ચાલુ રહે અને નિર્દોષ નાગરિકોના જીવ ન જાય તે મહત્વનું છે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *