
મુંબઈ : વિશ્વ ત્રીજા વિશ્વ યુદ્વની કગાર પર આવી ગયું હોવાના સ્પષ્ટ એંધાણે યુરોપ વિરૂધ્ધ અમેરિકા અને વિશ્વના અનેક દેશો વૈશ્વિક અર્થતંત્ર અને બજારોને ભયાનક કટોકટીમાં ધકેલી દેશે એવું નિશ્ચિત માનવામાં આવી રહ્યું હોઈ આજે વૈશ્વિક બજારો સાથે ભારતીય શેર બજારોમાં અંધાધૂંધ વેચવાલીએ બજાર ધરાશાયી થયું હતું. ટ્રમ્પે હવે ફ્રાંસ પર ૨૦૦ ટકા ટેરિફ ફટકારવાની ચિમકી આપતાં અને વૈશ્વિક મોરચે જાપાનના બોન્ડમાં કડાકો બોલાઈ જવા સાથે વૈશ્વિક શેર બજારોમાં પણ મંદીની મોકાણ થતી જોવાઈ હતી. ટ્રમ્પના એક પછી એક વિશ્વને કટોકટીની સ્થિતિમાં મૂકી દેનારા ટેરિફ પગલાં સાથે ગ્રીનલેન્ડ સહિતના દેશોને કબજે કરવાની જીદ વિશ્વના માથે નવું યુદ્વ થોપવા જઈ રહ્યું હોઈ ફંડો, મહારથીઓએ ઈક્વિટીને અલવિદા કહી સેફ હેવન સુરક્ષિત એસેટ્સ ચાંદી અને સોનામાં રેકોર્ડ ખરીદી કર્યાની પણ અસર આજે બજારમાં જોવાઈ હતી. કેપિટલ ગુડઝ-પાવર, ઓટોમોબાઈલ, કન્ઝયુમર ડયુરેબલ્સ, ફાર્મા-હેલ્થકેર, બેંકિંગ, આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, મેટલ-માઈનીંગ શેરોમાં અસાધારણ ગાબડાં પડયા હતા. બજારમાં અનેક શેરોમાં ઓનલી સેલરના પાટીયા ઝુલવા લાગ્યા હતા. સેન્સેક્સ ૧૦૬૫.
