
– પાક. સૈન્યએ લાંબા સમય બાદ શસ્ત્ર વિરામનો ભંગ કર્યો
– કિશ્તવાડના જંગલોમાં જૈશના ખુંખાર આતંકીઓ સૈફુલ્લાહ અને આદિલ જોવા મળ્યા, તસવીરો વાયરલ
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના કુપવાડા જિલ્લાના કેરન વિસ્તારમાં પાકિસ્તાન દ્વારા ગોળીબાર કરીને શસ્ત્ર વિરામનો ભંગ કરવામાં આવ્યો છે. ભારતીય સૈન્ય જ્યારે સરહદે કેમેરા લગાવી રહ્યું હતું ત્યારે જ પાકિસ્તાને ગોળીબાર કરી દીધો હતો. જોકે બાદમાં ભારતીય સૈન્ય દ્વારા તેનો આક્રામક રીતે જવાબ આપવામાં આવ્યો હતો.
