
– અરવલ્લીની 100 મીટરની કેન્દ્રની વ્યાખ્યાનો હાલ અમલ નહીં થાય
– રાજસ્થાનના કુંભલગઢ અભયારણ્યની આસપાસ એક કિમી સુધીનો વિસ્તાર ઇકો-સેન્સિટિવ ઝોન જાહેર કરાયો
નવી દિલ્હી : અરવલ્લી પર્વતમાળાની નવી પરિભાષા પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી હતી, આ સમગ્ર મામલે બુધવારે સુનાવણી થઇ હતી, સુપ્રીમ કોર્ટે પોતે લગાવેલા આ સ્ટેને યથાવત રાખ્યો છે. આ ઉપરાંત રાજસ્થાનના કુંભલગઢ વન્યજીવ અભયારણ્યની આસપાસના વિસ્તારના એક કિમી સુધીના વિસ્તારને ઇકો-સેંસિટિવ ઝોન જાહેર કરી દેવામાં આવ્યું છે. તેથી ત્યાં કોઇ પણ બાંધકામ કે ખોદકામ મંજૂરી વગર નહીં થઇ શકે.
