
– શરીફ ટ્રમ્પને ગમે તે ભોગે રાજી રાખવા આતુર રહે છે
– ગાઝા અંગેની શાંતિ યોજનામાં જોડાવા માટે શહબાઝ શરીફ સામે દેશમાં વિરોધ વંટોળ : પીટીઆઈએ તેનું નેતૃત્વ લીધું
દેવોસ : ગાઝામાં શાંતિ સ્થાપવાના હેતુથી ટ્રમ્પનાં નેતૃત્વ નીચે રચાયેલાં બોર્ડ ઓફ પીસમાં જોડાવા માટે પાકિસ્તાનના વડા પ્રધાને લીધેલા નિર્ણયની તેમના દેશમાં ઉગ્ર ટીકાઓ થઇ રહી છે અને મુખ્ય વિપક્ષ પાકિસ્તાન તહેરિક એ ઇન્સાફ (પીટીઆઈ)એ તો ત્યાં સુધી કહી દીધું છે કે, શરીફની બૂટ પોલીશ કરવાની આદત ગઈ નથી. માત્ર પીટીઆઈ જ નહીં પરંતુ અન્ય તમામ રાજકીય પક્ષોએ પણ શરીફની ઉપર પસ્તાળ પાડતાં કહ્યું છે કે આ પગલું તેમણે પોતાના મનના તરંગો પ્રમાણે જ લીધું છે તે નિર્ણય લેતાં પૂર્વે અને તેેેને આખરી સ્વરૂપ આપતાં પૂર્વે તેમણે સમવાય તંત્રી સંસદના સભ્યો સાથે મંત્રણા કરવી જ જોઇતી હતી અને તે પછી જ આખરી નિર્ણય લેવો હતો.
પાકિસ્તાનના પર્વ કાનૂનમંત્રી બાબર આવાને કહ્યું હતું કે શરીફે બહુમોટી ભૂલ કરી છે.
