
Ahmedabad News: અમદાવાદના અસારવા વિસ્તારમાં રહેતા અને ત્યાંથી પસાર થતા વાહનચાલકો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ અને અસારવા રેલવે સ્ટેશન વચ્ચે ‘Y કનેક્ટિવિટી’ અંતર્ગત નવા ટ્રેક નાખવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે.
અસારવા રેલવે ક્રોસિંગ નંબર 01 એક દિવસ માટે બંધ
આ ટેકનિકલ કામકાજને પગલે 27 જાન્યુઆરીના રોજ સવારથી 24 કલાક માટે અસારવા રેલવે ક્રોસિંગ નંબર 01 તમામ પ્રકારના વાહનવ્યવહાર માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
