![]() |
| (AI IMAGE) |
America Tariff on India: અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે ભારત પર લાદવામાં આવેલા 25% ટેરિફને લઈને એક મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે આ ટેરિફ વ્યૂહરચનાને અમેરિકા માટે ‘અત્યંત સફળ’ ગણાવી છે, કારણ કે આ દબાણ બાદ ભારત દ્વારા રશિયા પાસેથી કરવામાં આવતી તેલની ખરીદીમાં મોટો ઘટાડો નોંધાયો છે.

