
Ahmedabad News: અમદાવાદમાં લુખ્ખા તત્વોને જાણે છૂટો દોર મળી ગયો છે. ન તેમને પોલીસનો ડર છે ન તો કાયદાનો, બસ રાત પડે અને નબીરાઓનો આતંક શરૂ, અમદાવાદના વાસણા વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે ફિલ્મી ઢબે તોડફોડના દ્રશ્યો સર્જાયા હતા. વાસણાના પ્રવીણનગર પાસે એક બ્રેઝા કારમાંથી ઉતરેલા ચાર શખ્સોએ થાર ગાડીને આંતરી હતી, જે બાદ લોખંડના પાઈપ અને ડંડા વડે તોડફોડ કરી વિસ્તારને બાનમાં લીધો હતો.
શું છે સમગ્ર ઘટના?
ગઈકાલે રાત્રે આશરે 12 વાગ્યાની આસપાસનો સમય હતો, જ્યારે રસ્તા પર અવરજવર ઓછી હતી, અચાનક એક સફેદ બ્રેઝા કારે થાર ગાડીનો પીછો કરી છે, તેને પ્રવીણનગર પાસે આંતરીને ઉભી રખાવે છે બાદમાં કારમાંથી ચાર શખ્સો પાઈપ અને ડંડા સાથે નીચે ઉતરે છે.
