
Donald Trump and Bangladesh : બાંગ્લાદેશમાં 12 ફેબ્રુઆરી, 2026ના રોજ યોજાનારી સામાન્ય ચૂંટણીઓ પહેલા, અમેરિકાની વિદેશ નીતિમાં એક મોટો અને ચોંકાવનારો ફેરફાર જોવા મળી રહ્યો છે. અમેરિકા હવે બાંગ્લાદેશની સૌથી પ્રમુખ ઇસ્લામિક પાર્ટી, જમાત-એ-ઇસ્લામી સાથે જોડાવાના સંકેત આપી રહ્યું છે. અમેરિકાનું આ પગલું ભારત માટે ઊંડી ચિંતાનો વિષય છે, કારણ કે જમાત-એ-ઇસ્લામીનો ઇતિહાસ પાકિસ્તાન સમર્થક રહ્યો છે અને તે ભારત વિરોધી માનવામાં આવે છે.
અમેરિકન રાજદ્વારીનું ગુપ્ત નિવેદન: ‘જમાતને મિત્ર બનાવો’
‘ધ વોશિંગ્ટન પોસ્ટ’ના એક રિપોર્ટ અનુસાર, 1 ડિસેમ્બર, 2025ના રોજ ઢાકામાં એક અમેરિકન રાજદ્વારીએ બાંગ્લાદેશી પત્રકારો સાથે ‘ઓફ-ધ-રેકોર્ડ’ બેઠક કરી હતી.
