
– તળાજા પોલીસ મથકમાં ગુનો નોંધાયો
– દિહોરમાં આવેલી વાડીએથી ભાવનગર આવી રહ્યાં હતા ત્યારે અકસ્માત નડયો
ભાવનગર : તળાજા તાલુકાના સાંકડાસર ગામના પાટીયા પાસે અજાણ્યા વાહન સાથેના અકસ્માતમાં વૃદ્ધનું મોત થયું છે. આ બનાવ અંગે તળાજા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.
તળાજા તાલુકાના દિહોર ગામે રહેતા મયુરભાઈ પ્રાણશંકરભાઈ ધાંધલ્યાએ તળાજા પોલીસ મથકમાં અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
