
Stray Dog Feeding Spots In Ahmedabad: અમદાવાદ શહેરમાં રખડતા શ્વાનોની સમસ્યા અને તેના કારણે સર્જાતી અસ્વચ્છતાને રોકવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. ‘ABC Rules-2023’ના નિર્દેશોનું પાલન કરતા તંત્રએ શહેરભરમાં 100 નિર્ધારિત ફિડિંગ સ્પોટ નક્કી કર્યાં છે. હવેથી નાગરિકોએ માત્ર આ નક્કી કરેલા સ્થળોએ જ શ્વાનને ખોરાક આપવાનો રહેશે.
48 વોર્ડમાં ‘ફિડિંગ સ્પોટ’ની ફાળવણી
મળતી માહિતી અનુસાર, AMC દ્વારા અમદાવાદના તમામ 7 ઝોન અને 48 વોર્ડમાં તપાસ કર્યા બાદ 100 ડોગ ફિડીંગ સ્પોટ ઓળખી કાઢવામાં આવ્યા છે.
