
– મહિલા ડિવાયએસપી ઝાલાએ મોટા ઉપાડે ક્લિનચીટ આપ્યા બાદ એસઆઈટીને જયરાજ આહિર વિરૂદ્ધ પુરાવા મળ્યાં
– મોબાઈલ સંપર્કો, લોકેશન અને નિવેદનોના આધારે ડાયરા કલાકાર માયાભાઈના પુત્રની સંડોવણી ખુલી, કોર્ટમાં રજૂ કરાશે : કુલ આરોપીઓની સંખ્યા 14 થઈ : આખરે ન્યાયની જીત, જયરાજ જશે જેલમાં
ભાવનગર : બગદાણાના કોળી યુવાન ઉપર ૨૬ દિવસ પૂર્વે થયેલા હુમલાનું પ્રકરણ સમગ્ર ગુજરાતમાં ચર્ચાના એરણે છે, ત્યારે પ્રથમથી જ પીડિત દ્વારા ડાયરા કલાકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરનું નામ આપ્યું હોવા છતાં પોલીસની ઢીલી નીતિને લઈ તપાસ ખોરંભે ચડી હતી. ત્યારબાદ એસઆઇટીની ઊંડાણપૂર્વકની તપાસમાં પુરતા પુરાવા મળતા આજે બીજું સમન્સ પાઠવી આઇજી કચેરીએ બોલાવી ચર્ચાસ્પદ ઘટનામાં આખરે ન્યાયની જીત થઈ હોય તેમ જયરાજનું નામ આરોપી તરીકે ઉમેરી એસઆઈટીએ શખ્સની ધરપકડ કરી લીધી છે.
એસઆઈટીની તપાસમાં તમામ લોકોના મોબાઈલ સંપર્કો, નિવેદનો, મોબાઈલ લોકેશનના આધારે સમગ્ર હુમલામાં જયરાજ આહિરની સંડોવણીના પુરતા પુરાવા મળતા આજે ફરી સમન્સ પાઠવવામાં આવ્યું હતું.
