
રાજસ્થાનના બુટલેગરો અને કેરીઅરો બેફામ બન્યા
કારમાંથી રૂા.૭.૭૧ લાખનો દારૂ મળી આવ્યો, રાજસ્થાનના બે શખ્સોની ધરપકડ
જેતપુર: ગુજરાતમાં મોટાપાયે અંગ્રેજી દારૂનું નેટવર્ક ચલાવતા રાજસ્થાનના બુટલેગરો અને કેરીઅરો બેફામ બન્યા છે. જેતપુરના ચાંપરાજપુર ફાટક પાસે ગઈકાલે દારૂ ભરેલી કાર લઈ નીકળેલા રાજસ્થાનના બે શખ્સોએ પોતાને અટકાવવાનો પ્રયાસ કરનાર પોલીસને કાર નીચે કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો.
