
Gujarat Congress: ગુજરાત કોંગ્રેસમાં આંતરિક વિખવાદ હવે જાહેરમાં દેખાઈ રહ્યો છે. પાટણ એસસી સેલના પ્રમુખની નિમણૂકને લઈને ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી અને ધારાસભ્ય કિરીટ પટેલ વચ્ચે જામી છે. વીર મેઘમાયા સાતમની રેલીમાં મેવાણીએ આપેલા આક્રમક નિવેદન બાદ હવે પાટીદાર નેતાઓએ પણ મેદાને ઉતરીને વળતો પ્રહાર કર્યો છે, જેના કારણે રાજકારણ ગરમાયું છે.
જિજ્ઞેશ મેવાણીના આક્રમક તેવર
પાટણમાં આયોજિત એક જાહેર મંચ પરથી જિજ્ઞેશ મેવાણીએ કોઈનું નામ લીધા વગર કિરીટ પટેલ પર નિશાન સાધતા કહ્યું કે, ‘કોઈના મનમાં જો એવો ફાંકો હોય કે હિતેન્દ્ર પીઠડિયાને પાટણની ધરતી પરથી મારીશું, તો એ ફાંકા કાઢી નાખે.
