
Russia vs Ukrain War Updates: રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલા ભીષણ યુદ્ધને રોકવા માટે હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ગંભીર પ્રયાસો તેજ થયા છે. યુક્રેનિયન પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીએ મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે, યુક્રેનને સુરક્ષાની ગેરંટી આપતો અમેરિકાનો દસ્તાવેજ સંપૂર્ણ રીતે તૈયાર છે. હવે તેમાં માત્ર સહી કરવાની તારીખ અને સ્થળની વિગત ભરવાની જ બાકી રહી છે.
અબુધાબીમાં મહત્ત્વની બેઠક
યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધને વિરામ આપવા માટે આગામી રવિવાર (1 ફેબ્રુઆરી) ના રોજ સંયુક્ત આરબ અમીરાત (UAE)ની રાજધાની અબુધાબીમાં એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજાવાની શક્યતા છે.
