
Ajit Pawar Plane Crash news : મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના વિમાન દુર્ઘટનાના અત્યંત આઘાતજનક સમાચાર વચ્ચે હવે આ ઘટનાના અંતિમ ક્ષણોના CCTV ફૂટેજ સામે આવ્યા છે. આ વિમાન પણ અમદાવાદમાં ક્રેશ થયેલા વિમાનની જેમ જ ધડાકાભેર તૂટી પડ્યું હતું અને આગ તથા ધૂમાડાના ગોટેગોટા ઉડ્યા હતા. આ ફૂટેજમાં અકસ્માતની ભયાનકતા સાફ જોઈ શકાય છે, જેણે સમગ્ર દેશને હચમચાવી દીધો છે.
