સુરત પાલિકાની ટીપી કમિટીનો નિર્ણય ચેરમેને કર્યો પણ ઉપરથી ફોન આવતા નિર્ણય ફેરવી તોળ્યો

📅 Published: January 28, 2026 | 📂 Category: Uncategorized


Surat Corporation : સુરત પાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને તેમાં પણ વિવિધ સમિતિઓના ચેરમેન સંગઠનના હોદ્દેદારો પપેટ હોવાનું ફરી એક વખત સાબિત થઈ ગયું છે. આ ઉપરાંત સુરત પાલિકાના વહિવટમાં શાસકો જે નિર્ણય કરે છે તે નિર્ણય સમિતિના અધ્યક્ષ નહીં પરંતુ કમલમમાંથી મળેલા આદેશ બાદ જ ઠરાવ લખવામાં આવે છે. સુરત પાલિકામાં ગઈકાલે ટીપી કમિટિની બેઠક બાદ ટીપી અધ્યક્ષે સાઈટ ચેન્જની દરખાસ્તમાં પહેલા મંજુર અને ત્યારબાદ મુલત્વી રાખવાની જાહેરાત કરી હતી. મંગળવારે ટીપી કમિટીની બેઠકમાં દરખાસ્ત મુલતવી રાખવાનો નિર્ણય કર્યો હતો. બુધવારે સવારે પણ ટીપી કમિટી ચેરમેને દરખાસ્ત મુલતવી રાખવાનો જ નિર્ણયને વળગી રહ્યા હતા. પાલિકાની ટીપી કમિટીનો નિર્ણય ચેરમેને કર્યો પણ ઉપરથી ફોન આવતા નિર્ણય ફેરવી તોળ્યો છે તે મુદ્દો પાલિકામાં હોટ ટોપીક બની ગયો છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *