ચોમાસા પછી મેઈન્ટેનન્સના ભાગરૂપે મુંબઈ છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ આવતીકાલે એટલે કે, 20 નવેમ્બરના રોજ કામચલાઉ ધોરણે બંધ રહેશે. જેને કારણે અનેક એરપોર્ટ પરથી સંચાલિત ફ્લાઇટ પર તેની અસર જોવા મળશે. એરપોર્ટ અધિકારીઓના જણાવ્યા મુજબ, આ જાળવણીનું કામ સવારે 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મુજબ ચાલશે. જેથી એરપોર્ટ સવારે 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા દરમિયાન કામચલાઉ રીતે બંધ રહેશે. અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભરતી ફ્લાઈટ્સ પર અસર થશે
આ કામકાજના કારણે અનેક એરપોર્ટ્સ પર તેની સીધી અસર જોવા મળશે. ખાસ કરીને અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભરતી અને અહીં ઉતરવાની અનેક ફ્લાઇટ્સ પર તેનો પ્રભાવ પડશે. કેટલાક ફ્લાઇટ શેડ્યૂલમાં ફેરફાર કરવામાં આવ્યા છે, તો કેટલીક ફ્લાઇટ્સ ને રદ્દ પણ કરવામાં આવી શકે છે. મુસાફરોને પોતાની ફ્લાઇટ્સની કરંટ ઇન્ફોર્મેશન માટે એરલાઈન કંપનીઓ સાથે સંપર્કમાં રહેવાની અને એરપોર્ટ પર સમયસર પહોંચવાની સલાહ આપવામાં આવી છે.
આવતીકાલે સવારે 11 થી સાંજે 5 મુંબઈ એરપોર્ટ બંધ રહેશે:અમદાવાદ એરપોર્ટ પરથી સંચાલિત થતી ફ્લાઈટ પર અસર થશે, મુસાફરોને એરલાઈન્સ સાથે સંપર્કમાં રહેવા અપીલ
📅 Published: November 19, 2025 |
📂 Category: Uncategorized
