
India vs Ban News : બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન બાદ ભારત સાથેના સંબંધોમાં સતત ખટરાસ જોવા મળી રહી છે. મોહમ્મદ યુનુસના નેતૃત્વવાળી વચગાળાની સરકારે ભારતનો એક મહત્વકાંક્ષી પ્રોજેક્ટ રદ કરીને ભારતને મોટો આર્થિક અને વ્યૂહાત્મક ફટકો માર્યો છે.
યુનુસ સરકારનો ભારત વિરોધી નિર્ણય
બાંગ્લાદેશમાં આગામી ચૂંટણીઓની જાહેરાત સાથે જ મોહમ્મદ યુનુસની વિદાય નક્કી થઈ ગઈ છે, પરંતુ સત્તા છોડતા પહેલા તેમણે ભારત સામે દુશ્મનાવટ કાઢવાનું કામ કર્યું છે. બાંગ્લાદેશની વચગાળાની સરકારે ચટગાંવના મીરસરાઈમાં પ્રસ્તાવિત ‘ઈન્ડિયન ઇકોનોમિક ઝોન’ (Indian Economic Zone) ને સંપૂર્ણપણે રદ કરી દીધો છે.
