સરોવરમાં સામાન્ય લોકો માટે પ્રતિબંધ : ભાજપવાળા પરિવાર સાથે જતા વિવાદ

📅 Published: January 29, 2026 | 📂 Category: Uncategorized


મુખ્યમંત્રી આવે તે પહેલાં જ લોકાર્પણ કર્યું હોય તેવી શેખી મારી : પોતાના મળતીયાઓને લઈ જઈ વિડીયો, રિલ્સ બનાવી વાયરલ કર્યા : શહેરીજનોમાં આકરી ટીકા શરૂ થઈ 

જૂનાગઢ, : નરસિંહ મહેતા સરોવરનું આજે મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ થાય તે પૂર્વે ગત રાત્રીના ભાજપના કાર્યકરો, મનપાના પદાધિકારીઓ પોતાના પરિવાર સાથે સરોવરની મુલાકાત લઈ વિડીયો વાયરલ કરી દીધા હતા. મનપાના અધિકારીઓ મિડીયા સહિત કોઈને પણ સરોવરમાં જવા દેતા ન હતા. મુખ્યમંત્રી લોકાર્પણ કરે તે પહેલા જ તળાવને ખુલ્લું મુકી દીધુ હોય તેમ પોતાના મળતીયાઓને અંદર લઈ જઈ વિડીયો અને રિલ્સ બનાવી હતી.

68 કરોડના ખર્ચે નરસિંહ મહેતા સરોવરનું બ્યુટીફિકેશન થયું તેનું લોકાર્પણ નક્કી થઈ રહ્યું હતું ત્યારે અનેક વિવાદો સામે આવ્યા હતા.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *