
પડધરીના તરઘડીમાં બનેલી ઘટના : યુવક જ્યાં માવો ખાતો તેના થડામાંથી જ ચોરી કરી હતી : વેપારીએ ફૂટેજ બતાવતાં ભાગ્યો અને મોત મળ્યું
રાજકોટ, : પડધરીના તરઘડીમાં આવેલી પાનની દુકાનના થડામાંથી રોકડ રકમની ચોરી કર્યા બાદ વેપારીને જાણ થઇ જતાં તેને ચકમો આપી ભાગવા ગયેલા અમન સતેન્દ્ર સિંહ (ઉ.વ.૧૯)નું ત્યાંથી પસાર થયેલી કારની હડફેટે ચડી જતાં મૃત્યુ નિપજ્યું હતું. પડધરી પોલીસે કાર ચાલક સામે ગુનો દાખલ કર્યો હતો.
