મહેસાણા એ-ડિવિઝન પોલીસ સ્ટાફને ખાનગી બાતમી મળી હતી. બાતમી મુજબ, ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપી સૈયદ જાકીરહુસેન ઉર્ફે બાબા ઉર્ફે પિન્ટુ લાલમીયા (રહે. વટવા, જિ. અમદાવાદ) હાલમાં મહેસાણા ટાઉન મામલતદાર કચેરીની સામે ઊભો છે. બાતમીમાં આરોપીના પહેરવેશનું પણ ચોક્કસ વર્ણન આપવામાં આવ્યું હતું જેમાં તેણે કાળા જેવા કલરનું અડધી બાયનું ચોકડીવાળું શર્ટ અને ગ્રે કલરનું પેન્ટ પહેરેલું હતું. બાતમી આધારે સ્થળે પહોંચી આરોપીને ઝડપી પાડ્યો
આ ચોક્કસ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક તે સ્થળે જઈને ઈસમને કોર્ડન કરીને પકડી પાડ્યો હતો. પોલીસે તેની ઓળખ આપીને નામ-ઠામ પૂછતાં તેણે પોતાનું નામ સૈયદ જાકીરહુસેન ઉર્ફે બાબા ઉર્ફે પિન્ટુ લાલમીયા હુસેનમીયા (ઉંમર 52, રહે. મકાન 87, બ્લોક-3, સદભાવના નગર, ચાર માળીયા, વટવા, અમદાવાદ શહેર)વાળો હોવાનું જણાવ્યું હતું. ચોરીના ગુનામાં ઘણા સમયથી વોન્ટેડ હોવાનું બહાર આવ્યું
પોલીસે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં વેરિફાઈ કરાવતા આ આરોપી ઉપરોક્ત ચોરીના ગુનામાં છેલ્લા ઘણા સમયથી વોન્ટેડ હોવાનું બહાર આવ્યું હતું. આથી મહેસાણા એ ડિવિઝન પોલીસે આરોપીની ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ-35(1)(જે) મુજબ અટકાયત કરી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી માટે અમદાવાદ શહેરના ચાંદખેડા પોલીસ સ્ટેશનને જાણ કરી છે.
ચાંદખેડા પોલીસ સ્ટેશનના ગુનાનો ફરાર આરોપી મહેસાણાથી ઝડપાયો:ચોરીના ગુનામાં છેલ્લા નવેક માસથી નાસતા ફરતા આરોપીને મહેસાણા એ-ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો
📅 Published: November 19, 2025 |
📂 Category: Uncategorized
