image : File photo
Vadodara Dirty Water : વડોદરા શહેરના છેવાડાના ગામોનો વર્ષો અગાઉ શહેરી વિસ્તારમાં સમાવેશ કરાયો હતો ત્યારે તંત્ર દ્વારા જાતજાતના વચનોની લહાણી કરી હતી. પરંતુ ઓજી વિસ્તારમાં સમાવવામાં આવેલા વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓનો સદંતર અભાવ આજે પણ યથાવત રહ્યો છે ત્યારે વોર્ડ નં. 8ની શ્રીરામ નગર, સંતોષી નગર અને દેસાઈપરામાં ડ્રેનેજ લાઈનની સુવિધા એક વર્ષથી નથી. પરિણામે ડ્રેનેજના ગંદા-ગંધાતા પાણી રોડ રસ્તા પર ફેલાઈ જવાના કારણે પાણીજન્ય રોગચાળાનો ભય ફેલાતા સ્થાનિક રહીશો, મહિલાઓએ પાલિકાની વડી કચેરી ખાતે હલ્લાબોલ કરીને તંત્ર વિરુદ્ધ ભારે સૂત્રોચાર કર્યાનો વિડિયો વાયરલ થયો હતો.
ઉલ્લેખનીય છે કે કેટલાક વર્ષો અગાઉ શહેરના છેવાડાના ગામોનો શહેરી હદ વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.
