
– શ્રી આદીશ્વર દાદાના ઢીંચણ પર ચઢી ફોટોગ્રાફી કરતો હોવાનો વીડિયો વાયરલ
– જૈન સમાજના આગેવાનો, જૈનાચાર્યો, મહારાજ સાહેબોએ સખત વિરોધ નોંધાવ્યો, આણંદજી કલ્યાણજી પેઢી સામે પોલીસ ફરિયાદ નોંધાવવા ચિમકી
Palitana News: જૈન સમુદાયના સદૈવ શ્રદ્ધાના કેન્દ્ર પાલિતાણા સ્થિત શત્રુંજય ગિરિરાજ પર આવેલા શ્રી આદીશ્વર દાદાના દેરાસરના ગર્ભગૃહમાં પ્રવેશી દાદાના ઢીંચણ પર ચઢી શખ્સે ફોટોગ્રાફી કરી હોવાનો સોશિયલ મીડિયામાં વીડિયો અને ફોટો વાયરલ થતાં દેશભરના જૈન સમાજમાં રોષની આગ સળગી છે. સમગ્ર વિવાદને લઈ આણંદજી કલ્યાણજી પેઢીએ ફોટાઓ એઆઈ જનરેટેડ અને વાયરલ થતાં મેસેજ સત્યથી વેગળા હોવાનો દાવો કર્યો છે.
