
– શૈક્ષણિક સંસ્થાઓમાં સમાનતાની માર્ગદર્શિકામાં જ સવર્ણો વિરુદ્ધ ભેદભાવ
– નવા નિયમોમાં સંસ્થાકીય રક્ષણમાંથી સામાન્ય વર્ગ બાકાત, માત્ર એસસી-એસટી-ઓબીસી સામે ભેદભાવ થતો હોવાનો દાવો
– નિયમો અસ્પષ્ટ, દુરુપયોગ થવાની પૂરી સંભાવના, ભાષા સ્પષ્ટ કરવા નિષ્ણાતોની નવી સમિતિ બનાવો : મુખ્ય ન્યાયાધીશ
નવી દિલ્હી : યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી) દ્વારા દેશની કોલેજો અને યુનિવર્સિટીઓમાં રજૂ કરાયેલા નવા નિયમોને ભેદભાવપૂર્ણ ગણાવતા સુપ્રીમ કોર્ટે તેના અમલ પર સ્ટે મુકી દીધો છે. યુજીસીના ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં સમાનતાને પ્રોત્સાહન નિયમ, ૨૦૨૬નો દેશભરના અનેક રાજ્યોમાં સવર્ણોએ ઉગ્ર વિરોધ કર્યો હતો. આ નિયમોના અમલને સુપ્રીમ કોર્ટમાં પણ પડકારવામાં આવ્યો હતો.
