
European Union On Iran Revolutionary Guards : ઈરાનમાં વિરોધ પ્રદર્શનો પર કરવામાં આવેલા ઘાતક દમનને પગલે હવે યુરોપિયન યુનિયન (EU) ઈરાનના શક્તિશાળી સૈન્ય સંગઠન ‘ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર’ (IRGC)ને આતંકવાદીઓની યાદીમાં સામેલ કરવા જઈ રહ્યું છે. આ પ્રસ્તાવ ઈટાલી દ્વારા રજૂ કરવામાં આવ્યો છે, જેને ફ્રાન્સે પણ સમર્થન આપ્યું છે. ગુરુવારે મળનારી વિદેશ મંત્રીઓની બેઠકમાં પ્રસ્તાવ પર મહોર વાગવાની શક્યતા છે.
અનેક દેશોએ IRGCને આતંકી સંગઠન જાહેર કર્યું
ઈટાલીના નેતૃત્વમાં તૈયાર કરાયેલા આ પ્રસ્તાવને હવે ફ્રાન્સ, જર્મની અને સ્પેન જેવા અગ્રણી દેશોનો સાથ મળ્યો છે.
