સામાન્ય બાબતે યુવાન પર ચાર શખ્સોએ જીવલેણ હુમલો:"રસ્તો કોઈના બાપનો નથી બાઈક જ્યાં છે ત્યાં જ રહેશે" તેમ કહી ચાર શખ્સોએ જીવલેણ હુમલો કર્યો

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

રોડ પર પડેલી બાઈક સાઈડમાં લેવાનું કહેતા ઉશ્કેરાયેલ પાડોશી એ સાગરીતો સાથે મળી યુવાનને મારમાર્યો ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં નારી રોડ પર આવેલ રામદેવનગરમાં ઘરના દરવાજા સામે પડેલી બાઈક સાઈડમાં લેવા જણાવતા એક યુવાન પર ચાર શખ્સોએ પાઇપ વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપતા ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે આ અંગે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ બનાવ અંગે બોરતળાવ પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ નારી રોડ સ્થિત રામદેવનગર શેરી નંબર.2 માં રહેતો અને ડ્રાઇવિંગના વ્યવસાય સાથે સંકળાયેલો શૈલેષ બીપીનભાઈ કાનાણી ને ગઈકાલે બપોરના સમયે પોતાની કાર લઈને કામસબગ જેવું હોય આ યુવાનના ઘરના દરવાજાની સામે તેના પડોશમાં રહેતા રવિ દિનેશ મેર ની બાઈક પડી હોય આથી શૈલેષ એ રવિને તેનું બાઈક સાઈડમાં લેવા જણાવતા ઉશ્કેરાયેલ રવિએ શૈલેષને કહેલ કે “રસ્તો કોઈના બાપનો નથી બાઈક જ્યાં છે ત્યાં જ રહેશે” તેમ કહી રવિ એ તેના સાગરીતો સુનિલ રાંધાણી, કાળુ રાંધણી, અને દિનેશ ગગજી મેરને સ્થળ પર બોલાવી શૈલેષ સાથે ઝઘડો કરી તેના પર પાઇપ વડે હુમલો કરી નાની મોટી ગંભીર ઈજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા, જ્યારે ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે આ અંગે ઇજાગ્રસ્ત શૈલેષ ની માતા સોના ઉર્ફે સોનલબેન બીપીનભાઈ કાનાણીએ ચારેય હુમલાખોરો વિરુદ્ધ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *