વડોદરા,વાઘોડિયા રોડ વૈકુંઠ સોસાયટી ચાર રસ્તા પાસે ટેમ્પો ટ્રાવેલરને રિક્ષાને ટક્કર મારતા રિક્ષામાં માતા સાથે જતા ૭ મહિનાના બાળકનું મોત થયું છે. જે અંગે કપુરાઇ પોલીસે ગુનો દાખલ કર્યો છે.
વાઘોડિયારોડ ધનલક્ષ્મી સોસાયટીમાં રહેતો રિક્ષા ડ્રાઇવર ભાવેશ દિનેશભાઇ કહાર ગત ૨૫ મી તારીખે વહેલી સવારે રિક્ષામાં પેસેન્જર બેસાડીને વાઘોડિયા ગામ નજીક આવેલી યુનિવર્સિટીમાં ગયા હતા. ત્યાંથી પરત આવતા સમયે તેણે ત્રણ મુસાફરોને વૃંદાવન ચાર રસ્તા જવા માટે રિક્ષામાં બેસાડયા હતા. સવારે ૭ વાગ્યે વાઘોડિયા રોડ વૈકુંઠ ચાર રસ્તા પાસે એક ટેમ્પો ટ્રાવેલરના ચાલકે જમણી તરફ ટર્ન લેતા રિક્ષામાં આશાબેન નરેશભાઇ ભાભોર (રહે. નવી બંધાતી સાઇટ પર, અણખોલ ગામ પાસે, મૂળ રહે.
