
Silver and Gold Price Crash : બુલિયન માર્કેટમાં આજે(30 જાન્યુઆરી) એક ઐતિહાસિક કડાકો જોવા મળ્યો છે. સોના અને ચાંદીના ભાવ આસમાનેથી જમીન પર પટકાયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. વૈશ્વિક બજારની અસર અને સ્થાનિક સ્તરે મોટા પ્રોફિટ બુકિંગને કારણે આજે સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. ખાસ કરીને ચાંદીમાં આવેલો કડાકો બજારના નિષ્ણાતોને પણ ચોંકાવી રહ્યો છે.
24 કલાકમાં ચાંદીના ભાવ 85,000 રૂપિયા ઘટ્યા.
