
National News: ઉત્તર પ્રદેશ લખનઉના ઈન્દિરા નગરમાં દર્દનાક ઘટના સામે આવી છે. પતિએ મજાકમાં ‘વાંદરી’ કહેતા પત્નીએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું છે. ચાર વર્ષ પહેલા પ્રેમ લગ્ન કરનારી તનુને મોડલિંગનો શોખ હતો. પરિવારજનોના દાવા પ્રમાણે મજાક મસ્તીમાં પતિ દ્વારા ‘વાંદરી’ કહી ટિપ્પણી કરવામાં આવી હતી. જેનાથી નારાજ થઈને તનુએ અંતિમ પગલું ભરી લીધું છે. પરિવાર જ્યારે રૂમમાં બોલાવવા ગયો ત્યારે દરવાજો અંદરથી બંધ હતો.
