
– સોશિયલ મીડિયામાં ટ્રમ્પની ટીપ્પણીની ટીકા થઈ
– ગૃહમંત્રી ડગ બર્ગમની પત્ની કૈથરિન સાથે ઓવલ ઓફિસમાં અધિકારીઓની સામે જ ટ્રમ્પનું ફ્લર્ટિંગ
વૉશિંગ્ટન : વ્હાઈટ હાઉસમાં ડ્રગ્સ એડિક્શન સામે કેમ્પેઈન ચલાવવા માટે એક એક્ઝિક્યૂટિવ ઓર્ડર પર સહી કરતી વખતે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગૃહમંત્રી ડગ બર્ગમની પત્ની સાથે ફ્લર્ટિંગ કર્યું હતું.
ડ્રગ્સ એડિક્શન સામે ઝુંબેશ ચલાવવાનો એક કાર્યક્રમ વ્હાઈટ હાઉસમાં યોજાયો હતો. એમાં ડ્રગ્સ એડિક્શન સામે કેમ્પેઈન કરવા માટેના ઓર્ડર પર ટ્રમ્પે સહી કરી હતી.
