વડોદરા,રેલવે સ્ટેશન પ્લેટફોર્મ -૧ નજીકથી પાંચ વર્ષના બાળકનું અપહરણ થયું હતું. રેલવે પોલીસે સોશ્યલ મીડિયા ગુ્રપની મદદથી બાળકને હાલોલ બસ સ્ટેન્ડ પાસેથી શોધી કાઢી અપહરણકારની ધરપકડ કરી છે.
સમા ખોડીયાર નગરમાં રહેતોઅનિલ કાંતિભાઈ વાસફોડા ડ્રાઇવિંગ કરે છે. બીજી પત્ની પૂનમ અને પાંચ વર્ષના પુત્ર સાથે રહેતા અનિલે રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, મારે બાજી પત્ની સાથે તકરાર થતા તે ઘર છોડીને જતી રહી હતી. મારી પત્નીને શોધવા માટે હું વડોદરા રેલવે સ્ટેશન ગયો હતો. જ્યાંથી મારા પુત્રનું અપહરણ થયું હતું.
