
પૂર્વ કચ્છમાં સંગઠિત ગુનાખોરી પર ગુજસીટોકનો ઘા
સમાજમાં ભય ફેલાવનાર અને કાયદાની અવગણના કરનાર શખ્સો વિરુદ્ધ હજુ પણ આવી જ કાર્યવાહી થશે
ગાંધીધામ: સંગઠિત ગુનાખોરીને મૂળમાંથી નાબૂદ કરવા માટે પૂર્વ કચ્છ પોલીસે ગુજરાત કન્ટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ-૨૦૨૫ હેઠળ મહત્વપૂર્ણ અને કડક કાર્યવાહી હાથ ધરી છે. જેમાં ટોળકી બનાવી ગુનાખોરી કરતા અંજારનાં ત્રણ માથાભારે ઈસમો સામે અંજાર પોલીસે ગુજસીટોકની ભારે ભરખમ કલમો હેઠળ કાર્યવાહી કરી તેમની અટક કરી છે.
આ બાબતે મળતી વિગતો પ્રમાણે પૂર્વ કચ્છમાં લાંબા સમયથી ગંભીર અને પુનરાવતત ગુનાઓમાં સંડોવાયેલા તથા સમાજમાં ભયનું વાતાવરણ ઉભું કરતા આરોપીઓ ૩૨ વર્ષીય ખુશાલ રમેશગર ગોસ્વામી (રહે.
