
Epstein Files: અમેરિકાના ન્યાયતંત્ર દ્વારા જેફ્રી એપસ્ટિન સાથે જોડાયેલી નવી ફાઈલ્સ જાહેર કરવામાં આવી છે. આ દસ્તાવેજો ‘એપસ્ટિન ફાઈલ્સ’ના નામથી પણ ઓળખાય છે. આ ફાઈલ્સમાં બ્રિટિશ પરિવારના પૂર્વ પ્રિન્સ એન્ડ્રુ માઉન્ટબેટન-વિન્ડસરની એવી તસવીરો જાહેર થઈ છે કે, બધાના હોંશ ઉડી જશે. એક તસવીરમાં એન્ડ્રુને ચાર હાથ-પગના બળ પર એક મહિલા પર ઝૂકેલો દેખાય છે. જાહેર કરાયેલા દસ્તાવેજોમાં પ્રિન્સ એન્ડ્રુની ત્રણ તસવીરો છે, જે ખૂબ જ વાંધાજનક માનવામાં આવી રહી છે. ઈમેઇલ્સ દર્શાવે છે કે સ્વર્ગસ્થ જાતીય ગુનેગાર જેફરી એપસ્ટીને એન્ડ્રુને 26 વર્ષીય રશિયન મહિલા સાથે ડિનર માટે આમંત્રણ આપ્યું હતું.
