
Digital Gujarat: રાજ્યમાં સરકારી સેવાઓને વધુ સરળ, ઝડપી અને ભ્રષ્ટાચારમુક્ત બનાવવા માટે ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી (DST) વિભાગ દ્વારા એક મહત્ત્વપૂર્ણ ઠરાવ કરવામાં આવ્યો છે. વહીવટી સુધારણા આયોગની ભલામણોને આધારે હવે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ‘Top-High Volume Services’ માટે આધાર પ્રમાણીકરણ અમલી બનાવવામાં આવ્યું છે.
કેમ લેવાયો આ નિર્ણય?
ગુજરાત વહીવટી સુધારણા આયોગના પાંચમા અહેવાલની ભલામણ મુજબ, નાગરિકોને સીધી સ્પર્શતી યોજનાઓમાં પારદર્શિતા લાવવા અને સરકારી નાણાંનો દુરુપયોગ અટકાવવા આ નિર્ણય લેવાયો છે. એક જ વ્યક્તિ અલગ-અલગ ઓળખ ઉભી કરી વારંવાર લાભ ન લે તે સુનિશ્ચિત કરવા.
